Video : મૃગીકુંડમાં કેટલીક મહિલાઓ નાઈટ ડ્રેસ પહેરીને સ્નાન કરતી હતીઃ કીર્તિ પટેલ
મૃગીકુંડમાં સ્નાન વિવાદને લઈ કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુ પર પ્રહાર કર્યો છે. કીર્તિ પટેલે સોશલ મીડિયા પર વીડિયો અપલોડ કરી પ્રહાર કર્યા છે.

Mrigikund Snan controversy:કીર્તિ પટેલે શિવરાત્રિ પર ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવતા સાધુ-સંતોમાં ભારે આક્રોશ છે. હવે બંને પક્ષે આ મુદ્દાને લઇને વાકયુદ્ધ છેડાયું છે. કીર્તિ પટેલે આ મામલે ઈન્દ્રભારતી બાપુ પર પણ વિરોધનો જવાબ આપતા નિશાન સાધ્યું છે. તેમણે ઇન્દ્રભારતી બાપુ પર પ્રહાર કરતા જણાવ્યું કે, "ઈન્દ્રભારતી બાપુના જેટલા શિષ્યો છે એ તમામને VIP એન્ટ્રી અપાય છે. હું ઈન્દ્રભારતી બાપુની શિષ્ય નથી નહિતો મને પણ આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાત,ઈન્દ્રભારતી બાપુના પેટમાં બે નંબરનું પાપ ભરાયેલું છે,મૃગીકુંડમાં કેટલીક મહિલાઓ નાઈટ ડ્રેસ પહેરીને સ્નાન કરતી હતી,કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ ઢોંગી છે.
Kirti Patel | મૃગીકુંડમાં સ્નાન વિવાદને લઈ કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર પ્રહાર#KirtiPatel pic.twitter.com/m3kMaz75XG
— ABP Asmita (@abpasmitatv) February 21, 2026
શું છે સમગ્ર મામલો
કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. કીર્તિ પટેલ નામની યુવતીએ ભગવા કપડાં પહેરીને નાગા સાધુઓના શાહી સ્નાન દરમ્યાન મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. આ ઘટનાથી સાધુ-સંતોમાં ભારે આક્રોશ છે. ઉલ્લેખનિય છે કે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. પરંતુ કીર્તિ પટેલ પ્રશાસનની નજર ચુકવીને ભગવા વસ્ત્રોની આડમાં મૃગી કુંડમાં સ્નાન કરવા પહોંચી ગઇ હતી. આ દરમિયાન તે મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી. ત્યારે મેળામાં રવેડીમાં કીર્તિ પટેલ કેવી રીતે આવી ગઈ અને મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ ઘટનાને લઇને વિવાદ સર્જાયો છે.
મૃગીકુંડમાં સ્નાનને લઇને શું ગાઇડલાઇન
ઉલ્લેખનિય છે કે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. જો કે આ મૃગીકુંડમાં સ્નાનને લઇને કોઇ ચોક્કસ કાયદાકિય ગાઇડ લાઇન નથી. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં માત્ર સન્યાસીઓ જ સ્નાન કરી શકે તેવી કાયદાકીય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સાધુઓ જ સ્નાન કરે એ એક ધાર્મિક પરંપરા હોવાથી મોટાભાગના સંસારીઓ મૃગીકુંડમાં સ્નાન કરતા નથી. જો કે સમયની માંગણી અને સાધુ સંતોની લાગણીને જોતા તેમજ મૃગીકુંડની રહસ્યમય અને પવિત્ર પરંપરા સાથે છેડછાડ ન થાય માટે કાયકિય ચોક્કસ ગાઇડલાઇન બનાવવી આવકાર્ય છે.























