રાજ્યમાં તમામ ક્ષેત્રોની સાથે હવે શિક્ષણ ક્ષેત્ર પણ પહેલાની જેમ નોમર્લ થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 9 અને 11ના વાર્ગો શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.


આ પહેલા ધોરણ 10 અને 12ની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે અને સ્કૂલોમાં-કોલેજોમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા હોય તેવી કોઈ મોટી ઘટના હજુ સુધી સામે આવી નથી.

અત્યાર સુધી નોંધાયેલા કેસ શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓમાં નોંધાયા છે. આમ સ્કૂલો-કોલેજો જેટલી પ્રથમ તબક્કામાં શરૂ થઈ છે તેનાથી સરકારને સારી સફળતા મળી છે અને સારો પ્રતિસાદ મળ્યો છે. તો બીજા તબક્કામાં સરકાર ધોરણ 9 અને 11ના વર્ગો પણ રેગ્યુલર ધોરણે ઓછી હાજરી સાથે શરૂ કરી શકે છે. સાથે જ પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૂ કરી શકે છે.