દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાલિકાના સભાખંડમાં યોજાઈ  હતી.  દાહોદ નગર પાલિકા પ્રમુખ તરીકે નીરજ નિકુંજ દેસાઈ ઉપપ્રમુખ પદે શ્રદ્ધાબેન ભડંગ ચૂંટાયા હતા. નગરજનોએ ફટાકડા ફોડી  શુભકામનાઓ આપી હતી. આ સાથે કેટલાક દિવસોથી દાહોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તેની ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો છે. 




સવારે 11:00 કલાકે પાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી એનપી રાજપુતની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.  જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા આપવામાં આવેલા અને ભરતભાઈ સોલંકી અહીં મેન્ડેડ  લઈને પહોંચ્યા હતા.  ત્યાં ઉપસ્થિત 36 કાઉન્સિલરોએ પ્રમુખ તરીકે નીરજ નિકુંજ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેનની જાહેરાત કરતા સૌ સભ્યોએ હર્ષ સાથે તેમને વધાવી લીધા હતા. 


ત્યારબાદ કારોબારી અધ્યક્ષ તરીકે હેમાંશુ રમેશચંદ્ર બબેરીયા પક્ષના નેતા તરીકે દીપેશ ભાઈ લાલપુર વાલા  દંડક તરીકે અહેમદભાઈ ચાંદ તેમજ બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે માસુમા ગરબાડા વાલાની નિયુક્તિ કરાઈ હતી.  આ જાહેરાત કરતા અભિનંદનનો ધોધ વહેતો થયો હતો અને શહેરના વૈષ્ણવ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં  નગરપાલિકા બહાર   જોવા  મળ્યા હતા. લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.  


સુરત શહેરના નવા મેયર બન્યા દક્ષેશભાઈ માવાણી, જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવાયા ?


સુરત શહેરના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, દક્ષેશભાઈ માવાણી સુરત શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેશભાઇ પાટીલ નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. ઉપરાંત સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ બન્યા હતા.શશીબેન ત્રિપાઠી સુરત મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા. તે સિવાય ધર્મેશભાઇ વાણિયાવાળા સુરત મનપામાં દંડક બન્યા હતા.


સુરત બાદ રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. તે સિવાય મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરાઇ હતી. લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.  


ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.