ગીર સોમનાથ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ જનતા વચ્ચે જઈ રહ્યા છે. જો કે જનતા 5 વર્ષના કામનો હિસાબ માગતા જ ધારાસભ્યો મુંઝવણભરી સ્થિતિમાં મૂકાય છે. આવું જ બન્યું ગીર સોમનાથના કોડીનારમાં. કૉંગ્રેસના ધારાસભ્ય મોહનભાઈ વાળા મત માંગવા નીકળ્યા હતા. આ સમયે એક યુવકે સવાલોનો મારો ચલાવી ધારાસભ્ય સાથે તકરાર કરી હતી. આ યુવકનું કહેવું હતું કે, તેણે અગાઉ કરેલી રજૂઆતનું હજુ સુધી કેમ નિરાકરણ નથી આવ્યું. આ ઘટનાનો વીડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
MLA મહેશ વસાવાને મોટો ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું.
BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.
વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.
કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.