દેશભરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. સરહદી ક્ચ્છ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા ક્ચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં કોરોનાના કેસ વધતા યુનિવર્સિટીની કામગીરી આગામી 5 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે. ક્ચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, અધ્યાપકો, સિક્યોરિટી ગાર્ડ સહિત તેમના પરિવારજનો મળી કુલ 15 લોકો સંક્રમિત થતા ફફડાટ વ્યાપી ગયો છે.


અગાઉ પણ યુનિવર્સિટીના કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા યુનિવર્સિટી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હતી ત્યારે ફરી એકવાર યુનિવર્સિટીમાં કોરોના વ્યાપ વધતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના આરોગ્ય માટે ક્ચ્છ યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2015 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,92,584 છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,97,680 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 60,65,682 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,69,262 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.