ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી પ્રમાણે  આગામી 3 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.  ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, મોરબી, બનાસકાંઠા, દીવ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.  પાટણ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર,અમરેલી, મહેસાણા , જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા,ભરૂચ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં  હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.   




આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું


આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી,  જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.


અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ વરસ્યો હતો. કચ્છ, પાટણ અને મોરબીમાં, આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સીઝનનો અત્યાર સુધી 105 ટકા વરસાદ નોંધાયો છે.  આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. 


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. 


મહત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે, 18 અને 19મી તારીખે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. અરબસાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. 10 ઓકટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓકટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં બેથી ત્રણ ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે.