કચ્છની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે.  કમોસમી અને કરા સાથે પડેલા વરસાદના કારણે કચ્છની કેસર કેરીના ભાવમાં વધારો થયો છે.  કચ્છની કેસર ખાવી હોય તો પૈસા વધુ આપવા પડશે.    કચ્છની કેસર કેરી  દેશ અને દુનિયા પ્રખ્યાત છે પંરતુ આ વખતે કચ્છની કેસર કેરીનો સ્વાદ ચાખવો હોય તો આ વખતે તમારે  ડબલ ભાવ આપવા પડશે.  આ કચ્છની કેસર બજારમાં આવતાં જ ધૂમ મચાવી રહી છે.  હાલ કચ્છની કેસર કેરીના ભાવ 5 કિલોના 600 રૂપિયા બોલાઈ રહ્યા છે.  જ્યારે 10 કિલોના ભાવ 1 હજારને પાર પહોંચી ગયા છે. 




આ કચ્છની કેરીનો સ્વાદ ચાખવા માટે લોકો ડબલ પૈસા આપી રહ્યા છે.  ગત વર્ષ કરતા આ વખતે કચ્છની કેસર કેરીના ભાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.  ગયા વર્ષે 5  કિલોના ભાવ 250 રૂપિયાથી 300 રૂપિયા સુધી હતા પરંતુ આ વખતે ભાવ ડબલ છે.  કચ્છની કેરી ખાવા માટે લોકો ડબલ ભાવ આપીને પણ આ કેરી ખરીદી રહ્યા છે.




કચ્છની કેરી લઈને જ્યારે વેપારીઓને પૂછ્યું તો તેવો પણ કહી રહ્યા છે કે આ વખતે કચ્છની કેરી બહુ મોંઘી છે.  આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે અને કેરીઓ બચી છે તેના ભાવ ઊંચા ગયા છે.  હાલ તો બજારમાં તાલાલા ગીરની કેસર  કેરી વેચાઈ રહી છે.  પંરતુ 15 મે પછી કચ્છની કેરી બજારોમાં આવી છે અને એ પણ ધૂમ મચાવી રહી છે. 


આ વખતે ખરાબ વાતાવરણના કારણે કચ્છમાં માત્ર 50-55 ટકા કેરી  બચી છે અને એ પણ હવે માર્કેટમાં આવવા લાગી છે.  આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવમાં ડબલ વધારો આવ્યો છે.  માર્કેટમાં કચ્છની કેસર કેરી આવતા જ ડિમાન્ડમાં પણ વધારો થયો છે. કચ્છની કેસર મોંઘી હોવા છતાં પણ લોકો આ કેરીને પસંદ કરી રહ્યા છે. 


Kutch: લૂંટ, મર્ડર બાદ હવે ફાયરિંગની ઘટનાથી અંજારમાં ભયનો માહોલ, પોલીસે નબીરાની કરી ધરપકડ


કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી. 


ઘટના એવી છે કે, ગઇ રાત્રે પૂર્વ કરછ અંજારમાં એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં  મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરી છે.


નોંધનીય છે કે, પૂર્વ કચ્છ અંજારમાં છેલ્લા દિવસોથી ફાયરિંગ, લૂંટ અને મર્ડર જેવા અનેક ગુનાખોરીના બનાવો સામે આવ્યા છે, અને આવી ઘટનાઓથી શહેરમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે.