અંબાજી: ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
abpasmita.in
Updated at:
16 Sep 2016 08:24 AM (IST)
NEXT
PREV
અમદાવાદ: શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. મા અંબાજીના દર્શન કરવા ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે. છેલ્લા 6 દિવસોમાં 29 લાખથી વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે, તો ગુરુવારે સૌથી વધુ 11 હજાર 7 સો 85 ધજારોહણ કરવામાં આવ્યું. તેમજ આજે ભેટ કાંઉટરની કુલ આવક પાંચ કરોડને પાર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમના અંતિમ દિવસે અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે..જેને લઇને આજે વિક્રમી સંખ્યમાં ભક્તો મા અંબાના દર્શન કરવા ઉમટી પડવાનો અંદાજ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -