તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને હજારો સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ સેવાદળે માધવસિંહને સલામી આપી હતી. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના શાસ્ત્રોક્ત વિધિ અને રાષ્ટ્રીય સન્માન સાથે તેમના પાલડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકીના અવસાનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.