ગરબાડા ચોકડી પાસે સ્માર્ટ સિટીનું મોટું સાઈન બોર્ડ ભારે પવનના કારણે તૂટી પડતાં ત્રણ લોકોના મોત થયા હતા.
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Dahod: ગઇરાત્રે દાહોદમાં ભારે પવનો અને આંધી-વંટોળના કારણે શહેરના ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું સાઈનબોર્ડ તૂટી પડ્યુ હતુ

- દાહોદમાં ભારે પવનથી સ્માર્ટ સિટીનું બોર્ડ પડ્યું.
- આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા.
- વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો.
- રસ્તા પર વાહન વ્યવહાર દોઢ કલાક સુધી ખોરવાયો.
Dahod: દાહોદમાં ગઇકાલે રાત્રે ભારે તારાજી સર્જાયાના દ્રશ્યો સામે આવ્યા છે. ગઇ મોડી રાત્રે દાહેદમાં ભારે પવનો, આંધી વંટોળ ચઢ્યુ અને તેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. શહેરના ગરબાડા ચોકડી નજીક વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવેલું સ્માર્ટ સિટીનું એક મોટું સાઈન બોર્ડ પવનના કારણે તૂટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં એક વ્યક્તિ ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો, જ્યારે બેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
દાહોદ જિલ્લામાં ગઇ મધરાત્રે ફૂંકાયેલા તેજ પવનોએ તારાજી સર્જી હતી. ગઇરાત્રે દાહોદમાં ભારે પવનો અને આંધી-વંટોળના કારણે શહેરના ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીનું સાઈનબોર્ડ તૂટી પડ્યુ હતુ. જેમાં એક વ્યકિતનું ઘટનાસ્થળે અને બે લોકોનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ ઘટનામાં બાબુભાઈ બારીયા, સંદીપભાઈ અને હિમસિંગભાઈ પરમારનું મોત થયુ હતુ. ખાસ વાત છે કે, સાઈન બોર્ડ રસ્તા પર ધરાશાયી થતા શહેરમાં દોઢ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. પ્રશાસને JCBની મદદથી સાઈનબોર્ડ ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ઉપરાંત દાહોદ ભારે પવનોના કારણે ઠેકઠેકાણે પતરાં ઉડ્યા હતા, વાવાઝોડાના કારણે વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો. ભીલવાડામાં સ્કૂટર પર જતી વેળાએ વિનોદભાઈ માવી નામના શખ્સ પર પતરૂ પડતાં ગંભીર ઇજા પહોંચી હતી. ગલાલિયાવાડમાં દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે બાળકી દબાઈ હતી. દાહોદ જિલ્લામાં ભારે પવનો ફૂંકાતા સોલાર પેનલો પણ દૂર દૂર ફંગોળાઇ હતી, ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા, અને MGVCLનો વીજ પૂરવઠો ખોરવાયો હતો.
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલો પતરાનો આખો શેડ ઉખડીને જમીન પર ઢળી પડ્યો હતો. વાવાઝોડાના આ તાંડવને કારણે દાહોદના અનેક સ્થાનીય વિસ્તારોમાં વર્ષો જૂના મોટા વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પણ ધરાશાયી થઈ ગયા છે. વૃક્ષો રસ્તા પર પડવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનીય પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રસ્તાઓ સાફ કરવાની તેમજ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
Frequently Asked Questions
દાહોદમાં કઈ ઘટનાને કારણે ત્રણ લોકોના મોત થયા?
સાઇન બોર્ડ તૂટવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ જણાવો.
આ ઘટનામાં બાબુભાઈ બારીયા, સંદીપભાઈ અને હિમસિંગભાઈ પરમારનું મોત થયું હતું.
સાઇન બોર્ડ રસ્તા પર પડવાથી વાહન વ્યવહાર પર શું અસર થઈ?
સાઇન બોર્ડ રસ્તા પર ધરાશાયી થતાં શહેરમાં દોઢ કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને બાદમાં JCBની મદદથી ખસેડીને પૂર્વવત કરવામાં આવ્યો.
આ વાવાઝોડાને કારણે અન્ય કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ હતી?
વાવાઝોડાના કારણે ઠેર ઠેર પતરાં ઉડી ગયા હતા, વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો ધરાશાયી થયા હતા અને સોલાર પેનલો પણ દૂર ફંગોળાઈ હતી.





















