શોધખોળ કરો

Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર

Gujarat Rain: હાલમાં મે મહિનાની લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઇ રહ્યાં છે. સવારથી જ ગરમ પવન અને અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી.
  • આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ શક્ય.
  • ગરમી અને ભેજ વધતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો.
  • પ્રી-મોન્સૂન સક્રિય થતાં આગામી દિવસોમાં ફેરફારની શક્યતા.

Gujarat Rain: ગુજરાતમાં હાલમાં ગરમીનો તાબડતોડ તબક્કો ચાલી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 43.7 ડીગ્રીનો પારો નોંધાયો હતો. આકરા તાપ અને ઉકળાટ, અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટા થઇ શકે છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. 

હાલમાં મે મહિનાની લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઇ રહ્યાં છે. સવારથી જ ગરમ પવન અને અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, એટલું જ નહીં રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમી નોંધાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની આગાહી જાહેર કરી છે. 22 મેએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ગરમી અને ભેજના વધતા પ્રભાવને કારણે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિહાઇડ્રેશન, ઝાડા-ઊલટી, ફૂડ પોઈઝનિંગ અને હીટ સ્ટ્રોક જેવા કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તબીબો લોકોকে વધુ પાણી પીવા અને બહારનો વાસી ખોરાક ટાળવાની સલાહ આપી રહ્યા છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે?

હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાંપટા થઇ શકે છે. શનિવારે પણ ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે?

આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

શું વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે?

હા, હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની આગાહીનું મુખ્ય કારણ શું છે?

પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
Embed widget