કચ્છનાં રાપર શહેરમાં એડવોકેટની તીક્ષ્ય હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. વકીલ દેવજીભાઇ મહેશ્વરીની સરાજાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં દેવજીભાઇ મહેશ્વરીનું મોત થયું હતું.
એડવોકેટ વકિલ દેવજીભાઇ મહેશ્વરી ઇન્ડિયન લોયર ઓસોસિયેશનનાં અધ્યક્ષ અને બામસેફ જેવી સંસ્થા સાથે પણ સંકળાયેલા હતા. જો કે, હત્યારાઓ CCTVમાં કેદ થઇ ગયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારાઓને ઝડપવામાં મોટી પોલીસ તપાસ કરી રહી છે.