સાણંદ: શ્રાવણ મહિનાની શરુઆત થઈ ગઈ છે અને રાજ્યમાં તેની સાથે સાથે શ્રાવણીયા જુગારની પણ શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ઠેર ઠેર જુગાર રમવામાં આવે છે. આજે ફરી એકવાર જુગારધામ પર પોલીસે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. સાણંદ શહેર ભાજપ પ્રમુખ જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. સાણંદ કલહાર ગોલ્ફ કલબમાં LCBએ દરોડા પાડ્યા હતા. જેમાં સાણંદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ વ્યાસ સહિત 7 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે 2 લાખ 97 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજેપી નેતા જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે.


જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોડી રાતે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દેવજી પડસાળા સહિત 6 જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત 2 ઈસમો પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા.






 


 





જાફરાબાદ તાલુકાના ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચ્યો છે.  કાર, બાઇક મળી રૂ.5,20,430નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારા હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. 








 

શિક્ષણ જગતને દાગ લગાડતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ખાનગી વિદ્યાપીઠમાં 21 લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે સાત આરોપીઓની ધરપકડ કરી છે.વિદ્યાના મંદિરમાં મહેફિલ સાથે જુગારધામ ચાલી રહ્યું હતું જેનું કમિશન ખુદ ખાનગી શાળાનો માલિક ઉઘરાવતો હતો. પકડાયેલા જુગારીઓ ભાવનગરનાં મોટા માથાઓ હોવાનું સામે આવ્યું છે જેણે શિક્ષણ જગતને કાળો ડાઘ બેસાડ્યો છે.

સામાન્ય રીતે ભાવનગરમાં કોઈ ખુલ્લી જગ્યામાં કે મકાનમાંથી જુગાર પકડાતો હોય છે એ હવે ભાવનગર જિલ્લાની સામાન્ય વાત રહી ગઈ છે પરંતુ જે જુગાર ધામ બહાર આવ્યું છે તેમાં તળાજા નેશનલ હાઈવે પર આવેલી એક ખાનગી વિદ્યાપીઠમાં તેનો માલિક પોતાના આર્થિક લાભ માટે જુગારીઓને બોલાવીને જુગાર રમાડીને કમિશન મેળવતો હતો. જે બાતમીના આધારે તળાજા પોલીસે રાત્રિના સમયે રેડ કરીને કુલ સાત જુગારીઓની ધરપકડ કરી છે.