(Source: Poll of Polls)
લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મી ડિસમીસ, જુગારધામમાંથી હપ્તા લઇ ગૌવામાં કરતા હતા મોજ-મસ્તી
Limdi Police News:રાજ્યમાં પોલીસ બેડામાં આ સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ સાથે સાંઠગાંઠ ધરાવનારા પોલીસ કર્મચારીઓ સાવધાન થઇ જાય

Limdi Police News: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસ જગતને લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓને ડિસમીસ કરવામાં આવ્યા છે. ડિસમીસ થયેલા પાંચ પોલીસકર્મીઓ જુગારધામમાંથી હપ્તાખોરી કરી અને રૂપિયા લઇને ગોવા ફરવા અને મોજમસ્તી કરવા ગયા હતા, હવે એક્શન લેવાતા તમામ પાંચેયને ડિસમીસ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓને આરોપીઓ સાથે સાઠગાંઠ હોવાની વાત પણ સામે આવી છે.
રાજ્યમાં પોલીસ બેડામાં આ સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ સાથે સાંઠગાંઠ ધરાવનારા પોલીસ કર્મચારીઓ સાવધાન થઇ જાય, સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશના પાંચ કર્મચારીઓને ડિસમીસ કરવામાં આવ્યા છે. તમામ પાંચેય પોલીસકર્મીઓ આરોપીના પૈસે ગોવા ફરવા ગયા હતા, અને તસવીરો પણ સોશ્યલ મીડિયામાં સામે આવી હતી. સુરેન્દ્રનગરમાં આરોપીઓના પૈસે જલસા કરતા 5 પોલીસકર્મીની હકાલપટ્ટી કરાઇ છે. કડક એક્શન લેતા એલસીબીએ મે 2023માં લીંબડીના સૌકામાં જુગારધામ પર દરોડા પાડ્યા હતો. જ્યાંથી 38 જુગારી અને 24 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આટલો મોટો જુગાર રમાતો હોય અને લીંબડી પોલીસને ખબર ના પડે તે ગંભીર બાબત સમજીને પીએસઆઇ સહિતના અલગ-અલગ સમયે 11 પોલીસ કર્મચારીને સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આરોપીઓ સાથે લીંબડી પોલીસના કર્મચારીઓ ફરવા માટે ગોવા પણ ગયા હતા, અને તેના ફોટા પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. તપાસ બાદ આરોપીના ગુનેગારો સાથે સંબંધ હોવાની બાબત સાબિત થતા પાંચેય કર્મચારીને નોકરીમાંથી પાણીચુ આપી દેવાયું છે. જે પાંચ પોલીસ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયા છે તેમાં સામેલ છે ASI પુષ્પરાજ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલા અને અજયસિંહ ગોહિલ સામેલ છે.





















