ગીર સોમનાથ: સિંહના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાની ઘટના આજકાલ વધી રહી છે. ગીર સોમનાથમાં સિંહના હુમલાની તાજેતરમાં જ બનેલી આ ત્રીજી ઘટના છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સિંહે પરપ્રાંતિય યુવક પર હુમલો કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. યુવક  દેશી દવા દ્વારા ઉપચારનું કામ કરતો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે  તાલાલા ખસેડાયો છે.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. હુમલો કરનાર સિંહને શોધખોળ હાથ ધરી છે. સિંહ દ્વારા માનવીઓ પર થતા હુમલા વધી રહ્યા છે. જેથી સૂત્રાપાડાના ખાંભા વિસ્તારમાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટના પહેલા પણ કોડીનારના સોઢાયા ગામે સિંહે  યુવક પર હુમલો કર્યો હતો. યુવક  તેમના ખેતરમાં કામ કરતો હતા. તે સમયે અચાનક જ સિંહે  તેના પર હુમલો કર્યો હતો. જો કે પરિવારના લોકો સમયસર પહોંચી જતા લોકોને તેમને બચાવી લીધો હતો.