કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થતાં ખળભળાટ મચી ગયો, રેન્જ આઈજીએ તપાસ કરી તેજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 May 2020 12:43 PM (IST)
મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને રેન્જ આઈજીએ તપાસના ઝડપી કરવાના આદેશ આપ્યા છે.
મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને રેન્જ આઈજીએ તપાસના ઝડપી કરવાના આદેશ આપ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવાની માહિતી માલુમ પડતાં જ આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આખરે દારૂ ક્યાં ગૂમ થયો તેને લઈને શોધખોળ શરૂ કરી છે. કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવની ઘટનામાં રેન્જ આઈજીએ તપાસ શરૂ કરી છે. જેને લઈને તપાસ કરતી વિવિધ ટીમોએ કડીના સુજાદપુરા નર્મદા કેનાલમાં તપાસ શરૂ કરી છે. તે દરમિયાન કેનાલમાંથી દારૂના ખાલી ખોખા મળી આવ્યાં હતાં.