Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ લાપતા બન્યા હતા. તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન નિલેષ કુંભાણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આ મુદ્દો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો છે. હું વકીલ છું, જે મેટર સબ જ્યુડીશ થવા જઈ રહી છે તે મુદ્દે હાલ હું નહીં બોલું . નિલેષ કુંભાણીની ભલામણ બદઇરાદે થઈ છે કે કેમ તેની તપાસ થશે. આ બાબતે પીસ્ટા પીંજણ કરવી અયોગ્ય છે. હાલ કોઈએ આ બાબતે કૂદી પડવું ના જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જુના આંદોલનને રાજપૂત સમાજના વિરોધ સાથે જોડવાનો પ્રયાસ કરી કહ્યું, સત્તામાં રહેલી સરકાર કોઈ મુદ્દે સંવાદના બદલે સંઘર્ષ કરે છે. પાટીદાર આંદોલનમાં સરકારે સંવાદના બદલે સંઘર્ષ કર્યો. જૂનાગઢમાં કોળી સમાજની દીકરીના મૃત્યુના આંદોલનમાં પણ સંઘર્ષ કર્યો. નાના અનુસૂચિત જાતિના સમાજના આંદોલનમાં પણ સંવાદના બદલે સંઘર્ષ કર્યો. દેશની બહેન - દીકરીના અપમાનમાં પણ અહંકાર રાખી પાઘડી ઉછળી. ઉમેદવારે જે શબ્દો ઉચ્ચાર્યા છે, તેની માફી ના હોય શકે.
નિલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખે સસ્પેન્ડ કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે ,
નિલેશ કુભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેઓ સતત શંકાના ઘેરામાં હતા. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃતિનો પણ આરોપ લાગ્યો છે. પાર્ટીએ આજે તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે.સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે રદ થયેલા નિલેશ કુભાણીને લઇને કોંગ્રેસ પક્ષ ખૂબ જ નારાજ છે તેમના પર પક્ષ સાથે ગદ્દારી કર્યાના આરોપ લાગ્યાં છે. તેમની ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ આખરે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે. કુંભાણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
નિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, જેથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. આ તમામ ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની ભાજપ સાથે મીલિભગત હોવાના આક્ષેપ લાગતા આખરે કોંગ્રેસ નિલેશ કુંભાણી સાથે છેડો ફાડતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.