Fire:બનાસકાંઠાના ડીસા નજીક  ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા  5નાં મોતના અહેવાલ છે. મત્યુઆક વધે તેવી આશંકા સેવાઇ રહી છે. કારણ કે દુર્ઘટના સમયે 20થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે.  અત્યાર સુધીમાં 3નાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 6માંથી 3 લોકો 40 દાઝ્યાં હોવાની માહિતી મળી છે. આગ એટલી ભંયકર છે કે, ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.


ઉલ્લેખનિય છે કે, ગોડાઉનમાં  માત્ર સ્ટોર કરવાની જ મંજૂરી હતી.  જ્યારે ગોડાઉનના નામે હેઠળ અહીં ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. ગોડાઉનમાં બોઇલરના કારણે ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો માત્ર ગોડાઉન છે તો બોઇલર ક્યાંથી આવ્યું. આગ એટલી ભીષણ હતી કે મૃત શ્રમિકોના માનવ અંગો દૂર ફેકાયા હતા.


ઉલ્લેખનિય છે કે, જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનનો કાટમાળ 200 મીટર સુધી દૂર ફેંકાયો હતો. ત્યાં સુધી કે માનવોના મૃતદેહના અંગો પણ પણ દૂર સુધી ફેકાયા હતા. ગોડાઉનમાં ધડાકા બાદ માલિક પણ ફરાર થઇ ગયા હતા. ગોડાઉનમાં માત્ર ફટાકડા સ્ટોર કરવાની જ મંજૂરી હતી પરંતુ ત્યાં ફટાકડાનું પ્રોડેકશન થતું હોવાની પણ માહિતી મળી છે હવે આ ગોડાઉન  કાયદેસર હતુ કે ગેરકાયદેસર તેને લઈને હજુ સુધી સત્ય જાણવા નથી મળ્યું. 20થી 25 શ્રમિકો ગોડાઉનમાં  કામ કરતા હતા.  દીપક ટ્રેડર્સ એજંસીનું ગોડાઉન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. તેમજ ખૂબચંદ સિંધી નામનો વ્યક્તિ ગોડાઉનનો માલિક હોવાનું  પ્રાથમિક  તપાસમાં સામે આવ્યું છે.