Amendment of marriage registration: લગ્ન નોંધણી અધિનિયમમાં કરવામાં સુધારો કરવાની માગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરથી ભાજપનાં ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વોરાએ માગ કરી કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે. રમણલાલ વોરાના મતે લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવામાં આવે.


લગ્ન નોંધણીના અધિનિયમના સુધારા કરવા ઈડરના ધારાસભ્યના પત્રને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પણ સમર્થન આપ્યું છે. ગોવિંદભાઈ પટેલે કહ્યું રમણલાલ વોરા ખૂબ અભ્યાસુ નેતા છે અને સામાજિક રીતે પણ ખૂબ અભ્યાસુ છે. તેમના પત્ર પર સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે.


સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ પણ લગ્ન નોંધણી વિધયક એકટમાં સુધારાની રમણ વોરાની માંગને સમર્થન આપ્યું છે. સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખે વોરાની માંગને આપ્યું ખુલ્લુ સમર્થન આપ્યું છે. લગ્ન નોંધણી કાનુનમાં સુધારાને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ગણાવ્યો વર્તમાન સમયનો સૌથી સળગતો પ્રશ્ન છે. જે વિસ્તારમાં દીકરી અને તેના માતા પિતા રહેતા હોય તે જ વિસ્તારમાં કોર્ટમાં લગ્ન થવા જોઈએ.  પાસપોર્ટ માટે જેમ વેરીફીકેશન થાય છે તેમ લગ્ન નોંધણી માટે વેરીફીકેશન થવું જરૂરી છે.


નોંધનીય છે કે, થોડા સમય પહેલા પાટીદારોના ગઢ મહેસાણામાં SPGના બેનર હેઠળ સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. પાટીદાર સમાજની માગ વિશે સરકાર વિચારણા કરશે. પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા.


મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમલગ્નના રજીસ્ટ્રેશન સમયે નિયમો બદલવાની માગ બુલંદ બની રહી છે. લગ્ન નોંધણી સમયે માતાપિતાની મંજૂરીને નીતિન પટેલે સમર્થન કર્યુ છે. પ્રેમલગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરી મુદ્દે વિચારણાને આવકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. CMએ આપેલા નિવેદનને ચારે બાજુથી સમર્થન મળવા લાગ્યું છે.


શું કહ્યું હતું ભૂપેન્દ્ર પટેલે


માતા પિતાની મંજરી વગર યુવાનો પ્રેમ લગ્ન કરી લેતા હોય છે ત્યારે આ બાબતને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રેમલગ્ન માતા-પિતાની મંજુરી ફરજીયાત કરવા માટે અભ્યાસ કરવામાં આવેશ. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન મહેસાણા ખઆતે એસપીજી દ્વારા કરવામાં આવેલા પાટીદાર સ્નેમિલન કાર્યક્રમમાં આપ્યુ હતુ.