આરોગ્ય વિભાગ દ્વારા મોતનું કારણ કોવિડ નહીં પરંતુ ટી.બી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આજે ડોક્ટરની ટીમ દ્વારા બોડીનું પોસ્ટમોર્ટમ કરી મોતનું તારણ કાઢવામાં આવશે. નવસારી જિલ્લામાં હાલ અત્યાર સુધી ૯૦ વર્ષના વૃદ્ધાનું મોત થઈ ચૂક્યું છે. પોસ્ટમોર્ટમમાં કોવિડથી મોત થયું હોવાનું સામે આવશે તો જિલ્લામાં કોવિડથી મૃત્યુનો આંક ૨ ઉપર પહોંચશે. હાલ તો મૃતકના પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ સિવાય બોટાદના બરવાળાના કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ગત મોડી રાત્રીના સારવાર દરમિયાન મોત થયું છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ત્રણ મોત થયા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસો 84 છે. જ્યારે 64 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 17 એક્ટિવ કેસો છે.
રાજકોટમાં કોરોનાથી 55 વર્ષીય મહિલાનું મોત થયું છે. કનકનગરમાં રહેતી મહિલાનું મોત થયું છે. રાજકોટમાં બે દિવસમાં બેના મોત થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી ટોટલ 6ના મોત થયા છે.