હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 5900થી વધુ પદો પર થશે ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજો માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ 5900થી વધુ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવનાર ઈચ્છુક વ્યક્તિ આગામી 25, 26 અને 28 ઓગસ્ટ, 2025 (સોમ, મંગળ અને ગુરુવાર) સવારે 9 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે વોક-ઈન-ઓપન ઈન્ટરવ્યૂમાં જઈ શકે છે. ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટની ત્રણ નકલ સાથે લાવવાની રહેશે. ભરતી સંદર્ભે લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ngu.ac.in પરથી મળી રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો ઈન્ટરવ્યૂ સમયે જરૂરી ડોક્યુમેન્ટની નકલો તથા પોતાનો બાયોડેટા સહિતની તમામ બાબતોની ત્રણ નકલો સાથે ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો www.ngu.ac.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કુલ 464 કોલેજોની વિવિધ વિદ્યાશાખાની કોલેજોમાં ભરતી માટેની જાહેરાત કરી છે.
આ પોસ્ટ પર ભરતીની જાહેરાત
આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીએડ અને એમએસડબલ્યૂ, બીસીએ, લૉ અને બીબીએ, એમએલટી સહિતના કોર્સની કુલ 314 કોલેજોમાં 3305 પર ખાલી છે જેમાં પ્રિન્સિપાલની 246, લાઈબ્રેરીયનની 198, પીટીઆઇની 122 પોસ્ટનો સમાવેશ થાય છે.
આ સાથે જ એમએસસી, એમએડ, બીએસસી નર્સીગ, એમએસસી નર્સીગ, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી સહિતના કોર્સની કુલ 150 કોલેજોમાં 2406 પોસ્ટ ખાલી છે. જેમાં પ્રિન્સિપાલ કમ પ્રોફેસરની 264 પોસ્ટ, એસોસિયેટ પ્રોફેસરની 396, આસિસ્ટન્ટ પ્રોફેસરની 787, ટ્યુટર, લાઈબ્રેરિયન, પીટીઆઇની કુલ 934, વાઈસ પ્રિન્સિપાલની 25 પોસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે ડિપ્લોમા ઈન ફાયર એન્ડ સેફ્ટી કોલેજિસ, ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનિટેરી ઈન્સ્પેક્ટરની 38 કોલેજોમાં કુલ 266 પોસ્ટ ખાલી છે. જેમાં પ્રિન્સિપાલની 30, આસિસ્ટન્ટ પ્રોફેસરની 72 ડ્રિલ માસ્ટર ટ્રેઈનિંગ ઓફિસરની કુલ 55, લાઈબ્રેરિયન, પીટીઆઇની કુલ 25, ટ્યુટરની કુલ 84 પોસ્ટનો સમાવેશ થાય છે.





















