ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે કાળઝાળ ગરમી પડવાની છે.  શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે.  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે.  


રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર  પહોંચી ગયો છે. આજે ડીસામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં 33 ડિગ્રી તાપમાન નોધાયું છે. જો કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી તેવી શક્યાતા છે. 


ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે.