ગાંધીનગર: શુક્રવાર 17 ઓક્ટોબરે  રાજ્યના નવા મંત્રીઓની શપથવિધિનો કાર્યક્રમ યોજાવવાનો છે. આ મંત્રીમંડળના શપથ ગ્રહણ પહેલા આજે ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને રાજ્યપાલ વચ્ચે મુલાકાત થવાની હતી.  જે મુલાકાત રદ થઇ છે. છેલ્લી ઘડીએ મુલાકાત રદ થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

સવારે CM ભૂપેંદ્ર પટેલ રાજ્યપાલને મળશે

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત અચાનક રદ થઈ છે.  હવે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે.  રણનીતિના ભાગરૂપે સવારે CM ભૂપેંદ્ર પટેલ રાજ્યપાલને મળશે.  વહેલી સવારે ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જે.પી.નડ્ડા વચ્ચે બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેંદ્ર  પટેલના મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામા આજે મુખ્યમંત્રી અને મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં લઇ લેવાયા હતા.  આ તમામ રાજીનામાઓ રાજ્યપાલને સોંપવા માટે મુખ્યમંત્રી તેમને મળવાના હતા પરંતુ આ મુલાકાત  અચાનક રદ કરાઇ છે.  હવે તેઓ આવતીકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.

ગુજરાત સરકારમાં 10 નવા મંત્રીઓ?

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક વરિષ્ઠ નેતાએ અગાઉ જણાવ્યું હતું કે આગામી મંત્રીમંડળ વિસ્તરણમાં રાજ્યને લગભગ 10 નવા મંત્રીઓ મળી શકે છે. ગુજરાતની ભૂપેંદ્ર પટેલ  કેબિનેટમાં  મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓનો સમાવેશ થતો હતો. 8  કેબિનેટ સ્તરના મંત્રીઓ હતા અને એટલા જ રાજ્યમંત્રીઓ. 182 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 27  મંત્રીઓ હોઈ શકે છે, જે ગૃહની કુલ સંખ્યાના 15  ટકા છે.

ગુજરાતમાં આવતીકાલે શુક્રવારે કેબિનેટ વિસ્તરણ થશે. નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ શુક્રવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાશે.  ભૂપેંદ્ર પટેલ સરકારના જૂના તમામ 16 મંત્રીઓએ આજે રાજીનામા આપી દિધા છે. મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે. હવે મંત્રીઓ રાજીનામા બાદ સરકારી બંગલા અને ઓફિસ પણ ખાલી કરવાની શરુઆત કરી દિધી છે. 

મંત્રીઓએ ઓફિસ અને બંગલા ખાલી કરવાની શરૂઆત કરી

રાજીનામા આપ્યા બાદ મંત્રીઓએ ઓફિસ અને બંગલા ખાલી કરવાની શરૂઆત કરી છે. રાઘવજી પટેલે મંત્રી તરીકેનું સત્તાવાર કાર્યાલય ખાલી કર્યું છે. જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીએ પણ ઓફિસ ખાલી કરી દિધી છે.  રાજીનામું આપનારા મંત્રીઓએ સરકારી ગાડી પણ જમા કરાવી છે. મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ હવે સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવામાં આવી રહી છે.