Weather Update:હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજયમાં સુકુ વાતાવરણ રહેશે. પવનની દિશા બદલતા તાપમાનનો પારો પણ ઊંચે જશે


માર્ચથી માંડીને મે સુધી રાજ્યમાં સતત કમોસમી વરસાદ વરસવાના કારણે આ વર્ષે ગરમીથી રાહત મળી હતી. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ હવે ફરી ગરમીમાં શેકવા માટે તૈયાર રહવું પડશે. પવન પશ્મિ દિશા તરફથી આવી રહ્યાં છે. જેથી આગામી 5 દિવસ રાજયમાં વાતાવરણ સુકુ રહેશે. ગરમીનો પારો ઉચકાતા લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે 4 અને 5 જૂન યેલો એલર્ટ આપ્યું છે. તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજું પણ સામાન્ય વરસાદ પડી શકે. છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠામાં સામાન્ય વરસાદનો અનુમાન છે.


India Weather: કેરળમાં આજથી ચોમાસાનું થઈ શકે છે આગમન, દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ


ndia Weather Update: મે મહિનાના છેલ્લા દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમી નહોતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના પ્રથમ દિવસે પણ આ જ રીતે વાતાવરણ ખુશનુમા રહી શકે છે. દિલ્હીમાં આજે વરસાદની સંભાવના છે, સાથે જ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વાવાઝોડા સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના છે, જે ચોમાસાથી પ્રભાવિત થઈ શકે છે અને કેરળમાં પ્રવેશી શકે છે. કેરળના દરિયાકાંઠાના ભાગમાં પ્રવેશ્યા બાદ ચોમાસું અન્ય રાજ્યો તરફ આગળ વધશે અને આજથી તેની શરૂઆત થવાની શક્યતા છે.


કેરળમાં આજથી ચોમાસું શરૂ થશે


IMD અનુસાર, કેરળના મોટાભાગના જિલ્લાઓમાં આજથી આખા અઠવાડિયા સુધી ભારે વરસાદ પડી શકે છે. કેરળના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આ સિવાય IMDએ પણ કર્ણાટકમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં 2 જૂન સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. મનાલીથી કસૌલી, ચંબા સુધી વરસાદની ખાસ અસર તાપમાનના રૂપમાં જોવા મળશે.


આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હરિયાણા, રાજસ્થાનમાં પણ ધૂળનું તોફાન આવી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.


ચોમાસું નજીક આવી રહ્યું છે અને દરિયામાં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી લોકો માટે દીવ પ્રસાશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે દીવના તમામ બીચ તા. 1 જુન થી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી રહ્યા છે. દીવના દરિયા કિનારે દેશ વિદેશના પર્યટકો હરી ફરી શકશે પણ દરિયામાં ડુબકી નહીં મારી શકે. તેમજ કોઈપણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ, બનાના બોટ વગેરેની મજા પણ નહીં માણી શકે. કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન દીવ પ્રસાશન દ્વારા દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવે છે. વરસાદની મૌસમ શરુ થતાં દરિયામાં તોફાની મોજા સાથે કરંટના કારણે દરિયામાં જવાની સખ્ત મનાઈ હોય છે. દીવ કલેકટરના આદેશથી 144ની કલમ તમામ દરિયા કિનારે લગાડવામાં આવી છે. જેનું ઉલંઘન કરવા પર સખ્ત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.