શોધખોળ કરો

Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ ગરમી વધશે.
  • રાજ્યમાં વરસાદ ઘટશે, તાપમાન 4-5 ડિગ્રી વધશે.
  • અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
  • દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ.

Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.  હવે આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો.   હવામાનની આગાહી હવે અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે. આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.

આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્રણ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર, આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજયના તાપમાનમાં થશે વધારો

ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. આ કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે. ગુજરાતમાં સામાન્ય રીતે દરેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરતાં નથી પરંતુ જ્યારે આ સિસ્ટમ મજબૂત બને છે ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે છે.

એપ્રિલ મહિનાના મધ્ય સુધી બીજી કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના જોવા નથી મળી. હાલની આ સિસ્ટમ આગળ જતી રહે ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની કોઈ સંભાવના નથી. 

રાજ્યમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. અમદાવાદમાં 35.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાશે જેથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા પડશે.

દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસશે

Skymet એ 2026 ચોમાસા માટે તેની પહેલી આગાહી જાહેર કરી છે, આ વર્ષે દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે. જૂન સારો રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદ નબળો પડી શકે છે.

Skymet ની પહેલી આગાહી મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો એકંદર વરસાદ સામાન્ય કરતાં 6% ઓછો હોઈ શકે છે. એજન્સીએ તેને LPA ના 94% પર મૂક્યો છે. LPA એટલે લાંબા ગાળાની સરેરાશ, અને ભારતમાં ચોમાસાને માપવા માટે આ બેઝલાઇન ધોરણ છે. સ્કાયમેટે એમ પણ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુના મધ્યમાં અલ નીનોની અસર વધુ મજબૂત બની શકે છે, જે વરસાદને નબળો પાડી શકે છે, ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બર સુધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે, જાણો ભાજપે ક્યાંથી આપી ટીકીટ?
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દેખ તમાશા રાજનીતિ કા!,
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ચહેરા!
Hun To Bolish : હું તો બોલીશ : મહિલાઓ પેપર પૂરતી જ કેમ?
Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?
સંસદ ભવનમાં અદભુત નજારો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થઈ ખાસ વાતચીત, વીડિયો થયો વાયરલ
સંસદ ભવનમાં અદભુત નજારો: PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે થઈ ખાસ વાતચીત, વીડિયો થયો વાયરલ
બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
મતદાન પહેલા જ ગુજરાતમાં ભાજપનો ડંકો: નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણમાં અનેક બેઠકો પર બિનહરીફ જીત!
ધોનીનો 'મહારકોર્ડ' ધ્વસ્ત! CSK માટે સંજુ સેમસનનું તોફાન, સદી ફટકારી રચી દીધો નવો ઈતિહાસ
ધોનીનો 'મહારકોર્ડ' ધ્વસ્ત! CSK માટે સંજુ સેમસનનું તોફાન, સદી ફટકારી રચી દીધો નવો ઈતિહાસ
13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન
13 કરોડ ભારતીયોને મોટો ફટકો! હવે મફતમાં ટીવી જોવાનો જમાનો જશે? જાણો શું છે TRAI નો નવો પ્લાન
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો
વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર કેટલી છે? વિવાદ વચ્ચે BCCI ના 'બોન ટેસ્ટ' ને લઈને થયો મોટો ખુલાસો!
વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર કેટલી છે? વિવાદ વચ્ચે BCCI ના 'બોન ટેસ્ટ' ને લઈને થયો મોટો ખુલાસો!
Embed widget