અમદાવાદ: તૌક્તે  વાવાઝોડા બાદ હવામાન વિભાગે આગાહી  કરી છે કે  આગામી 22મીએ થન્ડર સ્ટોર્મ એક્ટીવીટી થતા સામાન્ય વરસાદની આવી શકે છે.  ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદ સહીતના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આવશે.  જો કે બે દિવસ માટે ગરમીથી તપવા માટે શહેરીજનો  તૈયાર થઇ જજો  કારણકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે   આગામી 20 અને 21 મે એ તાપમાનનો પારો ઉચકાશે. રાજ્યમાં બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે  અને લોકોએ બફારાનો સામનો કરવો પડશે. 


હવામાન વિભાગે આગાહી કરી છે કે, 21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો વધી શકે છે. વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકડાટથી લોકો પરેશાન થશે.


તૌકતે વાવાઝોડું પૂર્વ રાજસ્થાન તરફ ફંટાયું છે અને ગુજરાત પરથી પસાર થઈ ગયું છે. જો કે વાવાઝોડાની અસરના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ વીજળી અને વંટોળવાળું વાતાવરણ અને હળવો કે મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલથી ફરી રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે. અને તાપામાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે. રાજ્યના તમામ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ ફરી જોર પકડશે અને તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે. પાંચેક દિવસના સમયગાળામાં તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને વાતાવરણ શુષ્ક રહેશે.


નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની ગઈકાલે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.



પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની ગઈકાલે મુલાકાત લેવા ગુજરાત પહોંચ્યા હતા.  પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.



મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.