સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ યલો એલર્ટ જારી કર્યું છે. એટલું જ નહીં  આગામી 4 દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ આગાહી કરવામાં છે.


આજે રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે.  જેમાના ત્રણ શહેર છે એકલા કચ્છ જિલ્લાના છે.  કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ સહિત નલિયા અને કંડલામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજકોટ,  સુરેંદ્રનગર અને કેશોદમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   ગરમીથી બચવા હવામાન વિભાગે કેટલાક સૂચનો કર્યા છે. જેમાં સૂતરાઉ અને ખુલતાં કપડા પહેરવાનું કહેવામાં આવ્યું છે. તરસ ન લાગી હોય તો પણ પુરતું પાણી પીતા રહેવું.  માથાને કપડાથી બરાબર ઢાંકવું. 


રાજ્યમાં શનિવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 39.4 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે ભૂજ અને રાજકોટમાં ગરમીનો પારો 38.9 ડિગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે નલિયા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 38.6 ડિગ્રી, સુરતમાં 38.2 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી, તો અમદાવાદ, ડીસા અને પોરબંદરમાં ગરમીનો પારો 37.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


Kashmir Files : મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ કરમુક્ત કરવામાં આવી


બૉલીવુડ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને  લઈને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ 'કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી છે.આ પહેલા મધ્યપ્રદેશ સરકારે કાશ્મીર ફાઇલોને ટેક્સ ફ્રી કરી હતી. ઈન્દોરમાં ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ લોકોને ફિલ્મ બતાવવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે  ઈન્દોરમાં ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ તેમના માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. હાથમાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો રીગલ તિરાહા ખાતે એકઠા થયા હતા અને પછી દેશભક્તિના નારા લગાવતા થિયેટરમાં પહોંચ્યા હતા.


ટેક્સ ફ્રી કરનાર ત્રીજું રાજ્ય બન્યું ગુજરાત 


હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે, અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ જાહેરાત કરી છે.  આ સમાચાર સામે આવતા જ ફિલ્મ રસિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. ઘણા સિનેમાપ્રેમીઓ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.