અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે. આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.
આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગરમીમાં વધારો થવાનું કારણ પવનની દિશા છે. હાલ જે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પશ્ચિમી પવનો છે જેના કારણે ગરમી વધી છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ
આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આવતીકાલે પણ અહીં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.
લાંબા વિરામ બાદ ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.