Gujarat Weather Alert: હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


આજે (24 જૂન, 2024):



  • રેડ અલર્ટ (ભારે થી અતિ ભારે વરસાદ): જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

  • ઓરેન્જ અલર્ટ (અતિભારે વરસાદ): જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપી

  • યેલો અલર્ટ (ભારે વરસાદ): અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના



  • દક્ષિણ ગુજરાતમાં આજે સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.

  • અમદાવાદમાં આજે વરસાદની શક્યતા છે.

  • દક્ષિણ ગુજરાતના માછીમારોને આગામી બે દિવસ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.


આગામી દિવસોમાં વરસાદની આગાહી:



  • 25 જૂન: ભારે થી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી   સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ

  • 26 જૂન: ભારે વરસાદ - પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

  • 27 જૂન: ભારે વરસાદ - નવસારી, વલસાડ, તાપી, દમનદાદરા નગર હવેલી

  • 28 જૂન: ભારે વરસાદ - ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, ગમન દાદા નગર હવેલી




છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો



  • 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં સંખેડામાં અઢી ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ 

  • 24 કલાકમાં દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ