Gujarat Rain Alert: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ (Rain)ની આગાહી કરી. હવામાન વિભાગ અનુસાર કેટલીક જગ્યાએ હળવો તો ક્યાંક ભારે વરસાદ (Rain) પડી શકે છે.


41-61 કિમી પ્રતિ કલાકની વચ્ચે મહત્તમ સપાટી પરના પવનની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડું હળવાથી મધ્યમ વરસાદ (Rain) (5 મીમી-15 મીમી/કલાક) સાથે અલગ-અલગ સમયે સંભવ છે.


ગુજરાત રાજ્યના જિલ્લાના સ્થળો એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી


40 કિમી પ્રતિ કલાકથી ઓછી સપાટીની મહત્તમ ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી - અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ


ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સાથે હળવો વરસાદ (Rain) પડશે - જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ નવસારી


હવામાન વિભાગની આગાહી (IMD forecast) મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદ (Rain)નો અનુમાન છે.  ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Rain)નો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં  પણ  ભારે વરસાદ (Rain)નું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદ (Rain)નું અનુમાન છે.  પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ (Rain)ની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા,  પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. 


હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ (Rain)નું અનુમાન છે. આગામી પાંચ દિવસ રાજ્યના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં  ભારે વરસાદ (Rain)ની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પણ થઇ શકે છે વરસાદ (Rain). બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ભરૂચ, સુરત,ડાંગ,તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા,જામનગરમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ (Rain)નું અનુમાન છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ (Rain)નું અનુમાન છે. ભારે પવન સાથે વરસાદ (Rain)ના અનુમામને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.   



  • 26 જૂને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ (Rain)ની આગાહી.

  • 27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ (Rain)ની આગાહી.

  • 28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ (Rain)ની આગાહી.

  • 29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ (Rain)ની આગાહી.

  • 30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ (Rain)ની આગાહી