Rain Forecast:

  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  ચોમાસાની વિદાયને લઇને કેટલાક સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ચોમાસુ  25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લેશે, જો કે તેમણે જણાવ્યું હતું કે, ચોમાસુ વિદાય લેવા છતાં પણ છુટછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે  લઈને બે તારીખ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 2ઓક્ટરે બંગાળની ખાડીમાંથીમાં  વધુ એક ક સિસ્ટમ સર્જાઇ શકે છે. જેની અસરથી  ગુજરાતના પૂર્વ ભાગોમાં પંચમહાલના ભાગોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

અબાલાલના અનુમાન મુજબ ચોમાસાની વિદાય બાદ જે વરસાદી સિસ્ટમ સર્જાશે અને વરસાદ આવશે તે ગાજવીજ અને ભારે પવન સાથે  આવશે, ગરમીની વાત કરીએ તો અંબાલાલના અનુમાન મુજબ હવે  સૂર્ય વિષવતિય  દક્ષિણ ગોળાર્ધ જતા ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ગરમી પડશે, ગુજરાત સહિત દેશના દક્ષિણ ભાગોમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે અને ઓક્ટોબર આવતા 36 થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 28 થી બીજી ઓક્ટોબર સુધી અરબસાગરમાં હળવું ચક્રવાત અને બંગાળ ઉપસાગર માં ભીષણ ચક્રવાતના કારણે 12 ઓક્ટોબર સુધી વરસાદ રહેવાની  શક્યતા છે.


હવામાન વિભાગની મોટી જાહેરાત, આ તારીખ પછી દેશમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ લેશે


શભરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારેયબાજુ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં પણ વરસાદે કેર વર્તાવ્યો છે, હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે, એટલે કે ચોમાસુ હવે વિદાય લઇ લેશે. દેશભરમાં આ ચોમાસા સિઝનમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લઇ લેશે.


બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ


રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.  સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.  શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  


રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો 


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.