Rain Forecast:  રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે વલસાડ અને નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ  પડ્યો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના અનુમાન મુજબ  આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. આવતી કાલે એટલે ગુરૂવાર 6 જૂનથી  દક્ષિણ  ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.


અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં ભારે પવન ફુંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં  વરસાદનો અનુમાન છે. અંબાલાલે રાજ્યમાં ચોમાસાને પ્રારંભે સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  ચોસામાની શરૂઆતમા જ વાવણી લાયક વરસાદની શક્યતા વ્યકત કરી છે.  વિધિવત ચોમાસાના આગમનની વાત કરતા અંબાલાલે 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 15 જૂન સુધીમાં દ.ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે.