નવી દિલ્હીઃ મોદી કેબિનેટનું આજે વિસ્તરણ થશે. જેમાં 43 સાંસદોનો સમાવેશ થશે. 43 સાંસદો સાંજે મંત્રીપદના શપથ લેશે. જેમાં ગુજરાતી સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે.


ગુજરાતમાંથી કોણ-કોણ


સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેંદ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવ્યું છે.


નવા મંત્રીઓનું આખું લિસ્ટ


નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજુજુ, રાજ કુમાર સિંઘ, હરદીપ સિંઘ પુરી, મનસુખ માંડવિયા, ભૂપેન્દર યાદવ, પરસોત્તમ  રૂપાલા, જી.કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, ડો.સત્યપાલ સિંઘ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, દર્શના જરદોશ, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ.નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ. વર્મા, અજય કુમાર, ચૌહાણ દેવુસિંહ, ભગવંથ ખુબા, કપિલ પાટીલ, પ્રતિમા ભૌમિક, ડો.સુભાસ સરકાર, ભગવત કિશનરાવ કરદ, ડો.રાજકુમાર રંજન સિંહ, ડો.ભારતી પ્રવીણ પવાર, બિશેશ્વર ટુડુ, શાંતનુ ઠાકુર, ડો.મુંજપરા મહેન્દ્રભાઇ, જ્હોન બરલા, ડો.એલ મુરુગન, નિશિથ પ્રમાણિક


કેબિનેટમાંથી કોને પડતાં મૂકાયા


આ વિસ્તરણ પહેલા કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે.  જેમાં ડો.હર્ષવર્ધન, રમેશ પોખરિયાલ નિશંક, બાબુલ સુપ્રિયો, રાવ સાહેબ દાનવે પાટિલ, દેબોશ્રી પાટિલ, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.


મોદી મંત્રીમંડળના વિસ્તરણની મોટી વાતો કરીએ તો આ વિસ્તરણથી મોદી મંત્રીમંડળમાં 12 અનુસૂચિત જાતિના મંત્રીઓ હશે, જેમાંથી 8 કેબિનેટ મંત્રી હશે અને જેઓ દેશના 8 રાજ્યોમાંથી હશે. જેમાં લગભગ તમામ અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ છે. આ ઉપરાંત 8 અનસૂચિતન જનજાતિના મંત્રી હશે, જેમાંથી 3 કેબિટનેટ મંત્રી હશે. પછાત વર્ગના 27 મંત્રી મોદી મંત્રીમંડળમાં હશે, જેમાંથી 5 કેબિનેટ મંત્રી હશે. 5 લઘુમતીમાંથી મંત્રી હશે, જેમાંથી એક મુસ્લિમ, એક શિખ, એક બૌદ્ધ, 1 ઇસાઇ અને 1 જૈન હશે. 29 અલગ અલગ જાતિને મોદી મંત્રીમંડળમાં સ્થાન અપાશે. 11 મહિલાઓ પણ મંત્રી મંડળમાં હશે, જેમાંથી 2 કેબિનેટ છે, જ્યારે 9 મહિલા રાજ્ય મંત્રી હશે. મંત્રી મંડળની શરેરાશ ઉંમર 58 વર્ષ છે, જેમાંથી 14 મંત્રી 50 વર્ષથી ઓછી ઉંમરના હશે, જેમાંથી 6 કેબિનેટ મંત્રી છે. 46 મંત્રી એવા છે, જેમણે પહેલા પણ મંત્રી રહેવાનો અનુભવ છે. જેમાંથી 23 મંત્રી પહેલા ત્રણ વાર મંત્રી રહી ચૂક્યા છે. 4 પૂર્વ મુખ્યમંત્રી છે. 18 એવા મંત્રી છે, જેઓ રાજ્યોમાં મંત્રી પદ પર રહી ચૂક્યા છએ. 35 પૂર્વ ધારાસભ્ય છે. 13 મંત્રી વ્યવસાયે વકીલ, 6 મંત્રી વ્યવસાયે ડોક્ટર, 5 મંત્રી વ્યવસાયે એન્જિનિયર અને 5 મંત્રી બ્યૂરોક્રેટ રહી ચૂક્યા છે. 


મોદી મંત્રીમંડળમાં દેશના અલગ અલગ 25 રાજ્યોને પ્રતિનિધત્વ અપાયું છે. મોદી મંત્રી મંડળમાં ઉત્તર પ્રદેશના પશ્ચિમ ક્ષેત્ર, હરિત પ્રદેશ, બ્રજ ક્ષેત્ર, બુંદેલ ખંડ, અવધ, પૂર્વાંચલને પ્રતિનિધિત્વ અપાયું છે. મહારાષ્ટ્રના કોંકણ, ખાનદેશ, મરાઠ વાડા, વિદર્ભને પ્રતિનિધિત્વ અપાયું છે. કર્ણાટકમાં મસૂર કર્ણાટક ક્ષેત્ર, બોમ્બ કર્ણાટક, કોસ્ટ કર્ણાટકને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ અપાયું છે. પશ્ચિમ બંગાળમાં જલ પાઈગુડી, મેદિનીપુર, પ્રેસેડેંસી વિસ્તારને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે, જ્યારે પાંચ મંત્રી પુર્વોત્તર રાજ્યોમાંથી છે. મોદી સરકારે આ ફેરફારથી મંત્રી પરિષદમાં મિની ઇન્ડિયાના દર્શન તો થઈ જ રહ્યા છે.  સાથે જ સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે અનુસૂચિત, પછાત, શોષિત, પીડિત વર્ગની સરકારનો છે.