Monsoon News: ગુજરાતમાં મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે, શ્રાવણ માસની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 181 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. તાજા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, આ ઉપારંત અરવલ્લીના મોડાસામાં 6.22 ઇંચ અને સાબરકાંઠાના તલોદમાં 5.31 ટકા વરસાદ ખાબકતા લોકોને અસર પહોંચી છે. મોડી રાત્રે વરસેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબકતાં જીનજીવન પર અસર પહોંચી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની આજે પણ આગાહી કરવામાં આવી છે. જુઓ લેટેસ્ટ આંકડા...

24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ20 તાલુકામાં ત્રણથી આઠ ઈંચ સુધીનો વરસાદ24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઈંચ વરસાદ24 કલાકમાં મોડાસામાં 6.22, તલોદમાં 5.31 ટકા વરસાદ24 કલાકમાં સિદ્ધપુરમાં 5.16, કપરાડામાં 4.92 ઈંચ વરસાદ24 કલાકમાં દહેગામમાં ખાબક્યો 4.80 ઈંચ વરસાદ24 કલાકમાં કઠલાલમાં 4.17 ઈંચ, મહેસાણામાં 3.98 ઈંચ વરસાદ24 કલાકમાં લુણાવાડામાં 3.90 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ વરસાદ24 કલાકમાં પ્રાંતિજમાં 3.66, કડાણામાં 3.58 ઈંચ વરસાદ24 કલાકમાં ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ વરસાદ24 કલાકમાં સતલાસણામાં 3.31 ઈંચ, બાલાસિનોરમાં 3.31 ઈંચ વરસાદ24 કલાકમાં વિરપુરમાં 3.27 ઈંચ, બાયડમાં 3.19 ઈંચ વરસાદ24 કલાકમાં દાંતીવાડામાં 3.07 ઈંચ, ફતેપુરામાં 3.03 ઈંચ વરસાદ24 કલાકમાં વિસનગરમાં 2.60 ઈંચ,પાલનપુરમાં 2.60 ઈંચ વરસાદ24 કલાકમાં મહુધામાં 2.48 ઈંચ, માલપુરમાં 2.48 ઈંચ વરસાદ