Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના મુખ્ય રાઉન્ડની વાત કરીએ તો 18 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

Rain Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોતા નાગરિકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે ચોમાસાની નિયમિત ગતિ અને વરસાદની પ્રક્રિયા પર વિપરીત એટલે કે નકારાત્મક અસર કરે છે, છતાં પણ તેની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બદલાતા હવામાનને લીધે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, હવામાં ભેજ વધવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે.
હવામાન ચક્રની આ સ્થિતિ વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. અંબાલાલ પટેલની ગણતરી મુજબ, આગામી 10 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી શકે છે. મુંબઈમાં આગમન બાદ ચોમાસાની ગતિ સાનુકૂળ રહેશે અને તે ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધશે.
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં ચોમાસાના મુખ્ય રાઉન્ડની વાત કરીએ તો 18 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દસ દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધૂળની ડમરીઓ અને પવન સાથે તૂટી પડનારા આ વરસાદથી વાવણીની કામગીરીને વેગ મળશે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શરૂઆતમાં ચોમાસાની સિસ્ટમ થોડી ધીમી પડી શકે છે, પરંતુ જૂન મહિનાના ઉત્તરાર્ધમાં વાતાવરણ સંપૂર્ણપણે ચોમાસામય બની જશે.






















