અમદાવાદમાં 11 જૂન પછી ચોમાસાનો અસલી મિજાજ જોવા મળશે અને વરસાદનું જોર વધશે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
gujarat monsoon arrival 2026: અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છતાં ગરમી યથાવત્ રહેશે; 11 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.

- ભારતના ૧૨ રાજ્યોમાં ચોમાસું, ગુજરાતમાં મિશ્ર વાતાવરણ.
- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૭ દિવસ હળવો વરસાદ સંભવ.
- ૧૧ જૂન પછી ચોમાસું જોર પકડશે, ગરમી ચાલુ રહેશે.
- અમદાવાદ-રાજકોટ ૪૧.૯°C સાથે સૌથી ગરમ શહેરો રહ્યા.
gujarat monsoon arrival 2026: દેશના 12 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ અને ગરમી એમ મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં અત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 11 જૂન પછી રાજ્યમાં ચોમાસાનો અસલી મિજાજ જોવા મળશે અને વરસાદનું જોર વધશે. જોકે, હજુ પણ ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળી નથી, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને રાજકોટ 41.9°C તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા.
દેશમાં ચોમાસાની શું સ્થિતિ છે?
હાલ દેશના 12 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ અને યુપીમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે રાજસ્થાનમાં તો કરા પડ્યા છે. ખરાબ હવામાનની અસર એટલી જોવા મળી છે કે દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે એર ઇન્ડિયાના 3 વિમાનોને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 3થી 4 દિવસમાં મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. જોકે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ 'વેધર વોર્નિંગ' નથી.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આગામી 7 દિવસ માટે વરસાદનું પંચાંગ:
8થી 11 જૂન: આ દિવસોમાં વરસાદ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત રહેશે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે.
11થી 12 જૂન: 11 જૂન પછી વાતાવરણ પલટાશે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી માહોલ જામશે.
12થી 13 જૂન: ધીમે ધીમે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધશે. પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
13થી 14 જૂન: ઉત્તર ગુજરાત (પંચમહાલ, દાહોદ, મહીસાગર), દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો (જેવા કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ) માં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
Frequently Asked Questions
ગુજરાતમાં ચોમાસું ક્યારથી સક્રિય થશે?
દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?
હાલ દેશના 12 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ અને યુપીમાં વરસાદ શરૂ થયો છે, જ્યારે રાજસ્થાનમાં કરા પડ્યા છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી શું છે?
આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 25 નોટ્સ સુધી પહોંચી શકે છે, પરંતુ ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
આગામી દિવસોમાં ચોમાસું ક્યાં આગળ વધશે?
આગામી 3થી 4 દિવસમાં મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે.






















