ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજ્યના 186 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે જેને કારણે વિજાપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આજથી ખેડૂતો ખેતીમાં જોતરાયા હતાં.
શુક્રવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં જોવા મળ્યો હતો.
ગઈકાલ મોડી સાંજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતાં.
મહેસાણાના વિજાપુરમાં 5.5 ઈંચ
અમદાવાદના દેત્રોજમાં 3.7 ઈંચ
વડોદરાના કરજણમાં 3.6 ઈંચ
ખેડના માતરમાં 3.1 ઈંચ
મહેસાણાના બેચરાજીમાં 2.7ઈંચ
સાબરકાંઠાના પ્રાંતિજ 2.7 ઈંચ
પાટણના રાધનપુરમાં 2.4 ઈંચ
ખેડાના વસોમાં 2.4 ઈંચ
ભરૂચના વાગરામાં 2.4 ઈંચ
પંચમહાલના હાલોલમાં 2.2 ઈંચ
આણંદના તારાપુરમાં 2.1 ઈંચ
મહીસાગરના લુણાવાડમાં 2.1 ઈંચ
નર્મદાના ગરુડેશ્વરમાં 2.1 ઈંચ
સાબરકાંઠાના હિંમતનગરમાં 2 ઈંચ
વરસાદની ઝમાવટ: વિજાપુરમાં 5.5 ઈંચ, 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2020 08:54 AM (IST)
ગઈકાલ મોડી સાંજે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -