છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલ મોડી સાંજે ઉત્તર ગુજરાતના અને જિલ્લા અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહેસાણાના વિજાપુરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વિજાપુરમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મહેસાણાના બહુચરાજી અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઈંચ જ્યારે પાટણના રાધનપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


મોડી સાંજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતની ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

મોડી સાંજે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા, માલપુર અને બાયડમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડા અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે મેઘરજમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યે તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ ડીસામાં નોંધાયો છે. ડીસામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે લાખણીમાં 20 મીમી, વડગામમાં 23 મીમી, પાલનપુરમાં 13 મીમી, દાંતામાં 10 મીમી, ભાભરમાં 3 મીમી, દિયોદરમાં 2 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

મોડી સાંજે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સાંજે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુએ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. મહેસાણામાં 13 મીમી, કડીમાં 7 મીમી, બહુચરાજીમાં 69 મીમી, ઉંઝામાં 10 મીમી, જોટાણામાં 11 મીમી, વડનગરમાં 03 મીમી, ખેરાલુમાં 04 મીમી, વિસનગરમાં 3 મીમી, સતલાસણામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ રાધનપુરમાં નોંધાયો છે. રાધનપુરમાં 2.6 મીંચ વરસાદ નોંધાયો હતો. પાટણમાં 19 મીમી, ચાણસ્મામાં 32 મીમી, હારીજમાં 22 મીમી, સમીમાં 16 મીમી, શંખેશ્વરમાં 13 મીમી, સાંતલુપમાં 11 મીમી, સિદ્ધપુરમાં 03 મીમી અને સરસ્વતીમાં 066 મીમી વરસાદ નોંધાયો હતો.