છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં નોંધાયો છે. ક્વાંટમાં 3.8 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 54 તાલુકાઓ વરસાદ વરસ્યો હતો જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે.
છોટા ઉદેપુરના કવાંટમાં 3.8 ઈંચ
છોટા ઉદેપુરમાં 2.7 ઈંચ
ભરૂચના નેત્રંગમાં 2 ઈંચ
સુરતના કામરેજમાં 2 ઈંચ
દાહોદમાં 2 ઈંચ
સુરતના ઓલપાડમાં 1.8 ઈંચ
નર્મદાના ગરુડેશ્વરમાં 1.8 ઈંચ
ભરૂચના વાલિયામાં 1.6 ઈંચ
પંચમહાલમા જાંબુઘોડામાં 1.5 ઈંચ
નર્મદાના ડેડિયાપાડામાં 1.5 ઈંચ
છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 1.3 ઈંચ
તાપીના નિઝરમાં 1.1 ઈંચ
છોટા ઉદેપુરના બોડેલીમાં 1 ઈંચ
જૂનાગઢના માળિયામાં 23 એમ એમ
હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનથમાં ભારે વરસાદન આગાહી કરાવમાં આવી છે.
મહત્વની વાત એ છે કે, 19 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાતના કઈ જગ્યાએ 3.8 ઈંચ વરસાદ ખાબક્યો? છેલ્લા 24 કલાકમાં આ શહેરોમાં પડ્યો ધોધમાર વરસાદ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2020 09:39 AM (IST)
છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો તેના આંકડા આવ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -