Morbi bridge collapse Update:મોરબી ઝુલતા પુલના તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે રાજ્ય સરકાર તેમજ માનવ અધિકાર પંચ હાઇકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરી શકે છે.
મોરબીમાં ઝૂલતા પૂલ ને તૂટવાની દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ હતી, જેમાં તાપસ  સીબીઆઇને સોંપવા  માંગણી કરવામાં આવી હતી.  જોકે સુપ્રીમ કોર્ટે આ આખા મામલાનું હાઇકોર્ટે સ્વયમ સંગ્યાન લીધું હોવાનું તારણ કરતા આ મામલા પર નિષ્પક્ષ તપાસની જવાબદારી હાઇકોર્ટને સોંપી છે.આ કેસમાં રાજ્ય સરકાર તરફથી અને અન્ય પક્ષકારો તરફથી હાઇકોર્ટમાં રજૂ થનાર જવાબમાં જે તથ્યો બહાર આવે તે મહત્વના બની શકે છે.


સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં ધરપકડ કરાઇ છે. તેની આજે સુનાવણી થશે. આ કેસના FSLVનો  પ્રાથમિક રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં ખુલાસો થયો છે કે, ઝૂલતો પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હતા તેમજ ઢીલા પડી ગયા હતા. રીપોર્ટમાં ખુલાસો  થયો છે. જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે કુલ 3165 ટિકિટ ઇસ્યૂ કરાઇ હતી. બંને ટિકિટ કાઉન્ટર ખુલ્લા હતા અને તેને ટિકિટ અપાઇ હતી. વધુ મહત્વની વાતનો એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, અહીં ટિકિટ લેનારને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સલામતીનો સામાન પણ આપવામાં આવ્યો હતો

ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટોબરે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135થી વધુ લોકોના મોત થયા હતા.આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં  જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રીજ ચાલુ કરી દેવાયો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપ કામ સૌંપ્યું હતું પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ શુદ્ધા નથી થઇ. આજ કારણ છે કે લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસનો આપેક્ષ કરી રહ્યાં છે.


Delhi : દિલ્હીમાં વધુ એક કાળજુ કંપાવી દેતો હત્યાકાંડ, યુવકે પરિવારના 4 સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ


Delhi Boy Killed Family Members: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસને લઈને વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાજધાની દિલ્હીમાં જ વધુ એક રૂંવાડા ઉભા કરી નાખે તેવી ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જીલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી 4 લોકોની હત્યા નિપજાવવામાં આવી હોવાની જઘન્ય ઘટના સામે આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, પરિવારના જ યુવકે ચારેય પરિજનોની હત્યા નિપજાવી હોવાની પોલીસને આશંકા છે. 


પોલીસના જણાવ્યા પ્રમાણે એક યુવકે જ પોતાના માતા-પિતા, એક બહેન અને તેની દાદીની હત્યા કરી હતી. ચારે ચાર લોકોની ચાકુ મારીને હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને આ ઘટનાની જાણકારી મંગળવાર રાત્રે 10:31 વાગ્યે મળી હતી. 


આરોપી યુવક નશાની લતથી પીડિત છે અને તાજેતરમાં જ નશા મુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની ઓળખ પણ કરી લીધી છે. આરોપીનું નામ કેશવ છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી.