મોરબી: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા મોરબી કૉંગ્રેસમાં ભૂકંપનો દોર યથાવત છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા બાદ પાલિકા પ્રમુખ ભાજપમાં જોડાયા છે. આ સાથે જ મોરબી નગરપાલિકાના 5 નગરસેવકો પણ ભાજપમાં સામેલ થયા હતા.


કેતન વિલપરાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે મોરબી કોંગ્રેસના નેતાઓ પ્રજાના કામ કરવા દેતા નહોતા અને અંગે ફરિયાદ કરવા છતાં જૂથબંધી અટકી નહીં એટલે મેં કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા ભાજપમાં સામેલ થતા કૉંગ્રેસ પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.