Morbi News:  હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠું થયું છે. આજે સવારથી વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન મોરબીના હળવદના સુંદરગઢમાં વીજળી પડતાં 4 બકરાના મોત થયા છે. માલધારી ભાણાભાઈ લખમણભાઈના બકરા પર વીજળી પડી હતી.


બનાસકાંઠાના ધાનેરામાં ઘનઘોર વાતાવરણ વચ્ચે વીજળીના કડાકાઓ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. વરસાદથી શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18  જિલ્લાના  60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે.  અમદાવાદમાં એસજી હાઇવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વસરતા, છોડ સાથે કૂડા ધરાશાયી થયા હતા.તો ઇસ્કોન ચાર રસ્તા પાસે હોર્ડિગ્સ પણ ધરાશાયી થયું હતું. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગમાં પણ ભંગ પાડ્યો, અહીં કમોસમી વરસાદથી લગ્ન મંડપ સહિતની સાજ સજાવટ ભીજાય જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદનો અનુમાન છે.અમદાવાદના બાવળા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ  સેવાઇ રહી છે. ખાસ કરીને જીરૂ, મગફળી, કપાસના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.   




હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનું અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.


બોટાદ જિલ્લા માં વહેલી સવાર થી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણ માં પલ્ટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ના ખેતરોમાં  ઉભા પાક ને નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા  તુવેર સહિત કપાસનો ફાલ ઉતારવા માટે કપાસ માં જીડવા માંથી કપાસ પણ બહાર આવી ગયેલ હતો પણ કમોસમી વરસાદ સાથે પવન આવતા તુવેરનો પાક જમીન દોસ્ત થયો થયો કપાસ ના જીડવા માં વરસાદ ને લઈ આવ્યું નુકશાન ત્યારે હાલ તો 10 થી 12 હજાર નો એક વિધે ખર્ચ કરનાર ખેડૂતો ને ખૂબ મોટી આશા હતી કે સારું ઉત્પાદન થશે અને તુવેર ના પાક માં સારો એવો નફો થશે પણ કમોસમી વરસાદ પડતાં તમામ આશા પર પાણી ફરી વળેલ છે.ત્યારે હાલ ખેડૂત ચિંતા માં જોવા મળી રહ્યો છે.