મોરબી પોલીસે વજેપર વિસ્તારમાંથી દાઉદ ખુરેશી નામના શખ્સની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે.
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: પોલીસે આરોપીના ઘરની સામે આવેલા વાડામાંથી આશરે રૂપિયા 1.45 લાખની કિંમતનો 1.99 કિલો વનસ્પતિ ગાંજો તેમજ 11.37 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળીને કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે

- મોરબી SOG પોલીસે વજેપર વિસ્તારમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો.
- આરોપી દાઉદ ખુરેશીના વાડામાંથી 1.45 લાખનો ગાંજો મળ્યો.
- કુલ 1.99 કિલો વનસ્પતિ અને 11.37 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત.
- NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Morbi: રાજ્યમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. મોરબીના વજેપર વિસ્તારમાં એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દાઉદ ખુરેશી નામના શખ્સની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપીના ઘરની સામે આવેલા વાડામાંથી આશરે રૂપિયા 1.45 લાખની કિંમતનો 1.99 કિલો વનસ્પતિ ગાંજો તેમજ 11.37 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળીને કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી પોલીસની આ તાત્કાલિક કાર્યવાહીથી સ્થાનિક ડ્રગ પેડલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ, મોરબી એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ માહિતિ મળી હતી કે વજેપર વિસ્તારમાં રહેતો દાઉદ ખુરેશી પોતાના રહેણાંક મકાનની આસપાસ નશાના કાળા કારોબાર પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત પ્લાન બનાવીને તે લોકેશન પર દરોડો પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપીએ નશાનો આ જથ્થો પોતાના ઘરની બિલકુલ સામે આવેલા એક ખુલ્લા વાડામાં છૂપાવી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું.
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
પોલીસે વાડામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલો 1.99 કિલોગ્રામ વનસ્પતિ જન્ય ગાંજો શોધી કાઢ્યો હતો. આ સાથે જ ચોંકાવનારી બાબત એ સામે આવી કે તેની પાસેથી 11.37 ગ્રામ જેટલો અત્યંત મોંઘો અને ઘાતક મનાતો 'હાઈબ્રિડ ગાંજો' પણ મળી આવ્યો છે. એસઓજીએ કુલ 1.45 લાખની કિંમતનો આ નશીલો પદાર્થ જપ્ત કરીને આરોપી દાઉદ ખુરેશી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મોરબીમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
Frequently Asked Questions
મોરબીમાં ગાંજાના જથ્થા સાથે કોની ધરપકડ કરવામાં આવી?
પોલીસે કેટલા કિલો ગાંજો જપ્ત કર્યો?
પોલીસે આશરે 1.45 લાખની કિંમતનો 1.99 કિલો વનસ્પતિ ગાંજો અને 11.37 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે.
આ ગાંજાનો જથ્થો ક્યાંથી મળી આવ્યો?
આરોપીના ઘરની સામે આવેલા વાડામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કયા એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે?
પોલીસે આરોપી દાઉદ ખુરેશી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





















