ગુજરાતના આ જિલ્લામાં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા, મુંબઈથી પરત ફરેલા લોકોમાં જોવા મળ્યા લક્ષણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2020 09:59 AM (IST)
આ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મુંબઈથી આવેલા લોકોમાં લક્ષણો દેખાતા સેમ્પલ લેવામાં આવ્યાં હતાં
ભાવનગરમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ સાત પોઝિટવ કેસ નોંધાયા છે જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મુંબઈથી પરત ભાવનગર આવેલાં લોકોમાં લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 7 લોકોનાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાં હતાં. હાલ તમામને સમરસ હોસ્ટેલ કાતે આઈશોલેશનમાં રખાયા હતાં. ભાવનગરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈથી આવેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી 7 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મુંબઈથી આવેલા તમામ લોકોને હાલ સમરસ હોસ્ટેલ ખાતે આઈશોલેશન કરવામાં આવ્યાં હતાં. પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ ભાવનગરમાં કુલ પોઝિટિવ સંખ્યા 91 પર પહોંચી છે જ્યારે 9 લોકોનાં મોત નિપજ્યાં છે.