Gujarat Local Body Election 2025: ગુજરાતભર આજે પુરજોશમાં મતદાન થઇ રહ્યું છે. રાજ્યની 68 નગરપાલિકાઓમાં મતદાન યોજાઇ રહ્યું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાનમાં આજે 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.


મળતી માહિતી પ્રમાણે, આજે રાજ્યની 68 નગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઇ રહ્યું છે. અત્યારે મતદાનના સાડા ચાર કલાક વીતી ગયા છે, અને સરેરાશ 18 ટકાથી વધુ મતદાન થઇ ચૂક્યુ છે. જૂનાગઢ મનપા માટે પણ શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઇ રહ્યું છે અને સાથે સાથે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત મતદાન થઇ રહ્યું છે. ઠેક-ઠેકાણે મતદાનને લઈને જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, વાત કરીએ તો, હાલમાં ગાંધીનગર તાલુકા પંચાયતમાં 27 ટકા મતદાન થયુ છે, કપડવંજ તાલુકા પંચાયતમાં 23.23 ટકા મતદાન થયુ છે અને કઠલાલ તાલુકા પંચાયતમાં 22.33 ટકા મતદાન થઇ ચૂક્યુ છે. 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.


આ પણ વાંચો


Gujarat Election 2025: માણસા ન.પા.માં પુરજોશમાં મતદાન, વાંચો 11 વાગ્યા સુધીના લેટેસ્ટ આંકડા