અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધીના નામે વેપારી લૂંટાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમરેલીના લાઠી તાલુકાના કાચરડી ગામમાં એક વેપારીએ લાલચમાં ફસાઈને 21 લાખ કરતાં વધુ રકમ ગુમાવી હતી. સાધુના વેશમાં આવેલા ચાર શખ્શોએ ધાર્મિક વિધી અને ચમત્કાર થકી દસ કરોડનો ફાયદો કરાવી દુઃખ દૂર કરાવવાની લાલચ આપી હતી. ટોળકીએ રાજકોટ સહિત જુદી-જુદી જગ્યાએ બોલાવી રોકડ, સોનાની ચેઈન પડાવી લીધા હતા. જો કે બાદમાં વેપારી ધીરુભાઈને તેમની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં દામનગર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે


Panchmahal: ગુજરાતના આ શિવ ભક્ત વરરાજા એવી વેશભુષામાં લગ્ન કરવા ગયા કે આખું ગામ જોતું રહી ગયું


પંચમહાલ: આજકાલ લગ્નને યાદગાર બનાવવા લોકો કરોડો રુપિયાનો ખર્ચો કરી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તો બીજી તરફ લગ્નના આઉટપીટમાં પણ લોકો લાખો રુપિયા ખર્ચી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે ગોધરાના એક શિવ ભક્તે અનોખી રીતે લગ્ન કર્યા છે. જેની ચર્ચામાં સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે


કાછીયાવાડ વિસ્તારના રિષભ પટેલ નામના યુવકે શિવજીની વેશભૂષા ધારણ કરીને લગ્ન કર્યા હતા. રિષભ પટેલ શિવજીનો ભક્ત હોવાના કારણે તેને શિવજીના વેશમાં પ્રભુતામાં પગલા પાડવાનું નક્કી કર્યું હતું. રિષભ પટેલ શિવજીની વેશભૂષા સાથે આખા શરીરે ભસ્મ લગાવી હતી. ડીજે, ઢોલ નગારાના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગ પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે લગ્ન કર્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા છે.  રિષભ પટેલના લગ્નના વરઘોડામાં અઘોરી સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની નોટિસ મામલે જાણો નગરસેવકોએ શું આપ્યો જવાબ


 મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી નગરપાલિકાના ૪૦થી વધુ નગરસેવકોએ નગરપાલિકા સુપરસીડ કરવા અંગે અપાયેલી નોટિસનો જવાબ આપ્યો છે. નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) એક હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો નગરસેવકોનો દાવો છે.


કલમ 263(1) હેઠળની કાર્યવાહી માટેના ઘટકો પૂર્ણ નહીં થતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પણ સમગ્ર નગરપાલિકાની બેદરકારી હોવાનું ક્યાંય સામે નથી આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે ઓરેવા કંપની સાથે કરાર કર્યો અને જનરલ બોર્ડની મંજૂરી પણ ના લીધી ત્યારે આવા કરાર માટે તમામ નગર સેવકો જવાબદાર ઠેરવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી