Morabi Bridge collapse:મોરબી બ્રિજ દૂર્ઘટનાના કેસની આઝે  હાઈકોર્ટમાં સુનાવણી હતી, કોર્ટે આ મામલે કેટલાક સવાલો સરકારને કર્યાં હતા. એગ્રીમેન્ટ સહિતને કેટલાક મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલા સવાલો કર્યાં છે.મોરબીનો ઝુલતો પુલ 30 ઓક્ટોમ્બરે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર  ફરવા ગયેલા લોકોમાંથી  135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.


 મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી તેનો હાઈકોર્ટે ખુલાસો  માગ્યો હતો. ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો હાઈકોર્ટ હુકમ કરાયો હતો. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો.  આ પુલનું રિનોવેશનનું કામ ઓરેવા કંપનીએ સંભાળ્યું હતું. પુલ તૂટતા તેની મજબૂતાઇ, અને કામનાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે આ ઘટના મામલે સરકારની ઝાટકણી કાઢતાં કેટલાક સવાલોના જવાબ માગ્યાં છે.



મોરબી બ્રિજ તૂટવાના મામલે કોર્ટ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ  તૈયાર શા માટે કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોર્ટે કહ્યુંહતું કે, અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે,


કોર્ટે સરકાર પાસે શું માગ્યા જવાબ



  • મોરબી બ્રિજ દૂર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

  • મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી ?

  • ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સષ્પટ જવાબ આપે?

  • ચીફ ઓફીસર સામે શું પગલા લીધા ?

  • કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું ?

  • અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ?

  • દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરીજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે?

  • સ્ટ્રકચરલ્સ સ્ટેબિલિટી સર્ટિફાઇડ કરવાની જવાબદારી કોની?


શા માટે કોઈપણ જાતના MOU  વગર પણ અજંતા ગ્રુપને બે વર્ષ માટે પુલનું સંચાલન કરવા આપવામાં આવ્યું ?
હાઇકોર્ટમાં સુનાવણી સમયે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે, જે સમયે પુલ તૂટી પડ્યો એ દિવસે 3,000 થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોને તેઓ પુખ્ત થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દર મહિને 3000 રૂપિયા આપશે.