નડિયાદઃ  વડતાલધામથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને કાળ ભરખી ગયો હતો. પીજ ચોકડી પાસે એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા છે. માતા-પિતાએ પોતાના બે જુવાન જોધ દિકરાને ગુમાવતા તહેવાર માતમમાં ફેરવાયો છે.


Triple accident:અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક જતી કારમાં સવાર લોકો માટે દીવાળીનો દિવસ કાળમુખો બની ગયો. અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા.

અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત સર્જોયો છે.  
જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે જ્યારે બે લોકો  ઘાયલ થયા છે. અકસ્મતા સમયે મળેલ ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા સ્થાનિકોએ પોલીસને સોંપ્યા હતા. મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા હતા. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.


તો બીજી તરફ બોટાદના ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઢસા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ હોટલ નવરંગ પાસે બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે  ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને  બસો સુરત થી અમરેલી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતમાં 10-12 લોકોને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતા ઢસા.લાઠી.અને દામનગરની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી


દાહોદના નસીરપુર ગામ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો. આઇસર .પિકઅપ ગાડી અને રિક્ષા વચ્ચે અહીં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. પીકઅપ ગાડીએ રીક્ષાને ટક્કર મારી અને તે આઈસર સાથે અથડાતા અહીં  અકસ્માત સર્જાયો હતો.
આઇસર પિકઅપ ગાડી ડિવાઈડર  સાથે અથડાઇને નજીકના ખાડામાં પડી હતી.



ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડાયા હતા. જો કે અકસ્માત સર્જાતા આઇસર અને પીક અપ ગાડીના ચાલક ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી  મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સદનસીબે મોટી જાનહાનિ  ટળી હતી. અકસ્માતનો વીડિયો  cctvમાં કેદ થયા  છે.