Kutch : કચ્છના નખત્રાણા નગર માટે સારા છે. નખત્રાણા નગર અને નગરજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ગુજરાત સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ નખત્રાણામાં આ જાહેરાત કરી છે.
છેલ્લા એક દયકાથી હતી માંગ
2001ના ધરતીકંપ બાદ આ નખત્રાણા નગરની વસતી તેમજ વ્યાપ વધ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર નખત્રાણા નગરની જનસંખ્યા પણ ત્રીસ હજારની આસપાસ છે. છેલ્લા એક દાયકાથી આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળે તવી વખતો વખત માગણી થતી આવી છે, જે આજે સંતોષાઈ છે.
મુંદરા-બારોઈને નગરપાલિકાનો દરજ્જો મળ્યો
આ પહેલા ગુજરાત સરકારે મુંદરા-બારોઈને નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાંબા સમયની માંગ પુરી કરી હતી. ત્યારથી પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણાને પણ નગરપાલિકા મળવી જોઈએ તેવી માગણી નગરના નગરજનો, વેપારીઓ, સામાજિક આગેવાનો કરી રહ્યાં હતા.
કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, રાપરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કચ્છમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર સાંજથી જ કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાપરમાં બે કલાકમાં જ ચાર ઈંચનો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાપરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા ભારે વરસાદથી પાણી પાણી થયુ હતુ. શહેરના ગોવિંદનગર, પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઈડર-શામળાજી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મહાવીરનગર, મોતીપુરા, સિવિલ સર્કલ, ન્યાય મંદિર અને ટાવર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ હિંમતનગર પોસ્ટઓફિસથી ટાવર રોડ પર પાણી ભરાયા હતા.