Narmada: નર્મદા પોલીસ ને મોટી સફળતા મળી છે. ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગને નર્મદા એલસીબી પોલીસે પકડી પાડી છે. આ ઉપરાંત ગોધરાકાંડ રમખાણ મામલે આજીવન કેદનો આરોપી સલીમ જર્દા જે પેરોલ પર છૂટીને નાસતો ફરતો હતો તેને પણ નર્મદા એલસીબી પોલીસે પકડી પાડ્યો છે.
આ ગેંગે નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એગ્રો બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનનું શટર તોડી ગોડાઉનમાં મુકેલ દવા છાંટવાના બેટરીવાળા પમ્પ તથા પેટ્રોલ બોટ મશીન, જુદી જુદી જંતુનાશક દવાઓની ચોરી કરી હતી. જેની તપાસ નર્મદા એલસીબી પોલીસ કરી રહી હતી. એલસીબી પોલીસને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સફળતા મળી છે. નર્મદા જિલ્લામાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં જીજે-07-વાય ઝેડ -4848 નંબરના ટેમ્પામાં ચોરીનો માલ ભરીને ગયા હતા તે ટેમ્પાની તપાસ કરતા આ ટેમ્પો આણં નો હોવાનું ખબર પડતા એલસીબી નર્મદાએ આણંદ ખાતે તપાસ કરતા આ ટેમ્પો ગોધરાના એક વ્યક્તિને વેચી દીધો હોવાની વાત સામે આવી હતી.
મુસ્તાક નામના વ્યક્તિ કે જેઓ ગોધરા ખાતે રહેતો હતો. મુસ્તાક નામનો વ્યક્તિ ગોડાઉનમાંથી થયેલ ચોરીનો આરોપી પણ છે જેની તપાસ કરતા આ તાડપત્રી ગેંગ ઓપરેટ કરતા હોઈ અને સાથે ગોધરા,ખેડા જિલ્લા તથા રાજસ્થાન અને હરિયાણાના માણસોને ટીપ આપી ગુજરાત રાજ્સ્થાન તથા મહારાષ્ટ્રમાંથી સ્ટેટ તથા નેશનલ હાઇવે ઉપરથી ખુલ્લી જગ્યામાંથી કિંમતી સામાનની ચોરી તેમજ નાના શહેરના ગોડાઉનના તાળા તોડી કિંમતી સામાનની ચોરી કરતી અને હાઇવે પરની હોટેલ અને ધાબા પર પાર્ક કરેલ ટ્રકોની તાડપત્રી કાપી કિંમતી સામાનની ચૉરી કરવાની આ ગેંગની મોડેસ ઓપરેન્ડી હતી.
જે સામાનની ચોરી કરતા તે ગોધરા અને હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આ ગેંગ સામાન વેચી દેતી હતી. નર્મદા જિલ્લાના એગ્રો બિઝનેસના ગોડાઉનમાંથી ચોરી કરેલ મુદ્દામાલને ગોધરા તેમજ હાલોલ ખાતે વેચવા ગયેલ પણ માલ વેચાતો નહીં હોવાથી અન્ય જિલ્લાઓમાં વેચવા જતા નર્મદા જિલ્લા એલસીબીને બાતમી મળતા ગોદામ ચેક પોસ્ટ ખાતે ટેમ્પો ટ્રેસ થતા ટેમ્પાને રોકી પુછપરછ કરતા આરોપીઓ પાસેથી યોગ્ય જવાબ નહીં મળતા પોલીસ દ્વારા વધુ પુછપરછ કરતા એગ્રો બિઝનેશના ગોડાઉનનો 4 આરોપીઓ પાસેથી 11,15,657 નો મુદ્દામાલ કબ્જે કરી 4 આરોપીઓની અટક કરી હતી.
જોકે તાડપત્રી ગેંગના બીજા ચાર આરોપી વોન્ટેન્ડ છે જેની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે. આ ચાર આરોપીમાં એક આરોપી સલીમ જર્દા કે જે ગોધરાકાંડ રમખાણમાં આજીવન કેદની સજા થઈ હતી જે હાલ પેરોલ પર છૂટેલો છે. જે 22/10/2022 થી 30/10/2022 સુધીની 7 દિવસની પેરોલ રજા ઉપર છોડવામાં આવ્યો હતો પણ પેરોલ રજા પૂર્ણ થયા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયો ન હતો જેને પણ નર્મદા એલસીબી પોલીસે પકડી પાડ્યો છે.